મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું છે. અમદાવાદ ખાતે ભારતીય ઉદ્યોગ મહાસંઘ-C.I.I દ્વારા યોજાયેલી વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું કે ગઈ વાઇબ્રન્ટ સમિટમાં 50 ટકા સમજૂતી કરાર-MOU હરિત ઉર્જા પર થયા હતા. વૈશ્વિક સ્પર્ધામાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવું પણ ઘણું મહત્વનું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું .
Site Admin | માર્ચ 10, 2025 2:19 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો માટે હરિત ઉર્જા પૂરી પાડવા પર સરકારનું વિશેષ ધ્યાન હોવાનું જણાવ્યું
