માર્ચ 7, 2025 2:36 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે બનાસડેરીનાં સિમેન સેન્ટરનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્ર્ન પટેલે આજે બનાસડેરીનાં સિમેન સેન્ટરનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વરર્ચુંઅલી લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે. આજે ડીસાનાં દામા ખાતે સિમેન સેન્ટર કાર્યરત થતાં પશુપાલકોને ફાયદો થશે. રાજ્યમાં પશુપાલનની વિવિધ યોજનાઓના પરિણામે આજે રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં 111.62 ટકાનો વધારો થયો છે.
વિધાનસભાનાં અધ્યક્ષ અને બનાસડેરીનાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય બનાવટનું સૌ પ્રથમ સિમેન સંયંત્ર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBએ તૈયાર કર્યું છે. આ સંયંત્રને કારણે ખેડૂતોને માત્ર સો રૂપિયામાં સિમેનનો ડોઝ મળી રહેશે. ગાય, ભેસમાં સારી ઓલાદના સિમેન તૈયાર કર્યાં છે. જેના કારણે સારી ઓલાદના પશુઓ તૈયાર થશે. અને દૂધની આવક વધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિમેન સેન્ટરની સ્થાપના થતાં બનાસકાંઠામાં રખડતા ઢોરોની સમસ્યા દૂર થશે. આ ટેકનોલોજીથી દૂધ ઉત્પાદકોનાં ઘરે 90 ટકા માદા બચ્ચા પેદા થશે. અને ભવિષ્યમાં દૂધનું ઉત્પાદન ડબલ થશે જેથી દૂધ ઉત્પાદકોની આવક બમણી થશે.