ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 18, 2025 7:53 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેનાં નિર્ણયો લેવા સરકાર હંમેશા તૈયાર છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેનાં નિર્ણય લેવા સરકાર હંમેશા તૈયાર હોય છે. આજે ગાંધીનગરમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ક્રેડાઇનાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમસ્યાઓ ઘટાડવા સરકાર તૈયાર છે. તેમણે જણાવ્યું કે શ્રમિક વર્ગનાં લોકો માટે સસ્તા ભાડાંનાં મકાન અને મધ્યમવર્ગ માટે કિફાયતી દરે રહેણાંક એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહી છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ એક પત્રકાર પરિષદમાં ક્રેડાઇનાં નવનિયુક્ત પ્રમુખ શેખર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં જૂની જંત્રી મુજબ જ પ્રીમિયમ લેવાય તેવી રજૂઆત ક્રેડાઇ તરફથી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રિયલ એસ્ટે પ્રોજેક્ટની સમયમર્યાદા ટૂંકાવવામાં આવશે, જેનાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. તેમણે જણાવ્યું કે, રેરામાં નોંધાયેલા પ્રોજેક્ટનો ડેટા એકત્રિત કરવામાં આવશે અને નેશનલ ડેટા સેન્ટર બનાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ