ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 3:05 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી પટેલે વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
આજે અમદાવાદમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પિપા ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા તાલીમાર્થીઓનાં સન્માન સમારોહમાં શ્રી પટેલે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રમાં ફરજ અદા કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સ્પીપા ખાતે તાલીમ મેળવીને આ વખતે ૨૬ તાલીમાર્થીઓ પાસ થયા છે.
સ્પીપાના ડાયરેકટર જનરલ હારિત શુક્લાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ