ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની કેશલેસ સારવાર યોજનાનો અમલ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની કેશલેસ સારવાર યોજનાનો અમલ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આજે લોકસભામાં પ્રશ્નકાળમાં જવાબ આપતા જણાવ્યું કે, હાલમાં છ રાજ્યોમાં અમલી યોજના ઉત્તરપ્રદેશ અને બાદમાં સમગ્ર દેશભરમાં અમલી બનાવવામાં આવશે.
આ યોજના હેઠળ માર્ગ અકસ્માતોનો ભોગ બનેલાઓને હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. ધોરી માર્ગો પર વધતા જતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી ગડકરીએ સાંસદોને આવા અકસ્માત પાછળનાં કારણો ચકાસવા દરેક જિલ્લામાં અકસ્માત નિવારણ સમિતીઓ રચવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે, માર્ગ અકસ્માતોમાં 30 ટકા મૃત્યુ પ્રારંભિક સારવારમાં વિલંબને કારણે થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ