મહેસાણાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાંથી ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો પકડવામાં આવ્યો છે. સત્તાવાર યાદી મુજબ, તંત્ર દ્વારા કડીમાં બે અલગ-અલગ સ્થળે દરોડા પાડતાં પનીરનો 5 લાખ 50 હજાર રૂપિયાની કિંમતનો બે હજાર 300 કિલો અને કપાસિયા તેલનો બે લાખ 30 હજાર રૂપિયાની કિંમતનો એક હજાર 600 કિલોનો શંકાસ્પદ જથ્થો કબજે કરાયો હતો.તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર જ એડિબલ વેજિટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરાતું હોવાનું જણાયું હતું. હવે આ તમામ ખાદ્ય-પદાર્થોના નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે.
Site Admin | માર્ચ 6, 2025 10:00 એ એમ (AM)
મહેસાણામાંથી બે હજાર 300 કિલો અખાદ્ય પનીર અને એક હજાર 600 કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો કબજે કરાયો.
