ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 19, 2025 11:27 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 16 ઑવર એક બૉલમાં 5 વિકેટે 122 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ટીમનાં નેટ સાયવર-બ્રન્ટે સૌથી વધારે 57 રન બનાવ્યાં હતાં. જ્યારે સુકાની હરમનપ્રીત કૌર માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. ટીમ તરફથી હેયલે મેથ્યુઝે 3, અમેલિયા કેર અને નેટ સાયવર બ્રન્ટે 2—2 અને શુબનિમ ઈસ્માઈલ તેમજ અમનજોત કૌરે એક-એક વિકેટ ઝડપી હતી. દરમિયાન હેયલે મેથ્યુઝને પ્લેયર ઑફ ધી મૅચ જાહેર કરાયાં હતાં.
હવે આજે સાંજે સાડા 7 વાગ્યે યુપી વૉરિયર્ઝ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વડોદરાના કોટમ્બી સ્ટેડિયમમાં મેચ રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ