ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 9:54 એ એમ (AM)

printer

મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદ વચ્ચે આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદનો વરતારો

ગુજરાતભરમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે ગત રાત્રે અને સવારના સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. રાત્રે ગાજવીજ સાથે ભારે પવન પવન પણ ફૂંકાયો હતો. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે અને ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાશે.આ સાથે જ અંબાજી દાંતા પંથકના વાતાવરણમાં પલટો આવતા મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હાઇવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંબાજીની દુકાનોમાં, ઘરોમાં પણ પાણી ભરાય જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહિસાગર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. લુણાવાડા, ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવા હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ