ગુજરાતના ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરુ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરુ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં એકલા રહેતા સવિતાબેન વૃદ્ધાવસ્થામાં અન્નપૂર્ણા અનાજ એટીએમના કારણે દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી અને મફતમાં મેળવી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.આ ગ્રેઈન એ.ટી.એમ.નો આજ સુધી 8 હજાર 800થી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટના અમલના પગલે સમયની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતામાં વૃદ્ધિ થઈ છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 21, 2025 10:05 એ એમ (AM)
ભાવનગરમાં અન્નપૂર્ણા અનાજ ATM વૃદ્ધો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે
