ભારતે બાંગ્લાદેશના સત્તાવાળાઓને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સનાતન જાગરણ જયોતના પ્રવક્તા ચિન્મયકૃષ્ણ દાસની ધરપકડ અને તેમને જામીન ન આપવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.આ ઘટના બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓ દ્વારા હિંદુઓ અને લઘુમતીઓ પરના અનેક હુમલાઓ પછીનીછે. વિદેશ મંત્રાલયે કહ્યું કે લઘુમતીઓના ઘરો અને વ્યાપારી સંસ્થાઓને આગચંપી, લૂંટફાટતેમજ મંદિરોને નુકસાન પહોંચાડવાના અનેક બનાવો સામે આવ્યા છે.મંત્રાલયે કહ્યું કે તે આ ઘટનાઓમાં સંડોવાયેલા લોકો હજુ પણ મુક્તપણે ફરે છે. ભારતેશ્રી દાસની ધરપકડ સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લઘુમતીઓ પરના હુમલા અંગે પણચિંતા વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 26, 2024 7:33 પી એમ(PM)
ભારતે બાંગ્લાદેશના સત્તાવાળાઓનેહિન્દુઓ સહિતના અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું
