ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 8:01 પી એમ(PM)

printer

ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડી.

ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે અને એક લાખથી વધુ નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતીય રેલવે સારી નાણાકીય સ્થિતિમાં છે અને સરકાર તેને વધુ સુધારવા માટે કામ કરી રહી છે. શ્રી વૈષ્ણવે લોકસભામાં રેલવે મંત્રાલયના કામકાજ અંગે ચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં વર્ષ 2020થી મુસાફરોના ભાડામાં વધારો કરાયો નથી અને તે અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ સસ્તું છે. મંત્રીએ ઉમેર્યું કે, સરકારે દેશમાં રેલવે અકસ્માતો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારત રેલવેનો મોટો નિકાસકાર બની ગયું છે. તેમણે કહ્યું, ભારત ઓસ્ટ્રેલિયામાં મેટ્રો કોચ, બ્રિટન, સાઉદી અરેબિયા અને ફ્રાન્સમાં રેલવે કોચની નિકાસ કરી રહ્યું છે. શ્રી વૈષ્ણવે કહ્યું, લોકોમોટિવ અને એન્જિનનું ઉત્પાદન એક હજાર ચારસો સુધી પહોંચી ગયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ