ભારતીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે, બે મતદાર ફોટો ઓળખ કાર્ડ -EPIC એક જ નંબર ધરાવતા હોવાનો અર્થ એ નથી કે ઓળખ કાર્ડ નકલી છે અથવા મતદાર બનાવટી છે. પંચે સ્પષ્ટતા કરી કે, કેટલાક મતદારોનો EPIC નંબર સમાન હોઈ શકે છે, પરંતુ વસ્તી વિષયક માહિતી, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક જેવી અન્ય વિગત અલગ હોઈ શકે છે.
ચૂંટણી પંચે જણાવ્યું, મતદાર જે પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદીમાં નોંધાયેલા હોય, તે પોતાના મતવિસ્તારમાં નિર્ધારિત મતદાન મથક પર જ મતદાન કરી શકે છે. આ સિવાય, મતદાર બીજે ક્યાંય પણ પોતાનો મત આપી શકશે નહીં.
Site Admin | માર્ચ 2, 2025 2:47 પી એમ(PM)
ભારતીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે, બે મતદાર ફોટો ઓળખ કાર્ડ -EPIC એક જ નંબર ધરાવતા હોવાથી તે બનાવટી નથી
