ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખાતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની 103મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે. પશુપાલન અને ડેરી વિભાગનાં જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં ભારતના અર્થતંત્ર અને પોષણ સુરક્ષામાં ડેરી ક્ષેત્રનાં મહત્વપૂર્ણ યોગદાન પર ચર્ચા થશે.
આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ પશુધન અને ડેરી ક્ષેત્રના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમમાં ખેડૂતો, દૂધ સંઘો અને ડેરી સહકારી સમિતિઓ ભાગ લેશે
Site Admin | નવેમ્બર 25, 2024 7:50 પી એમ(PM)
ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખાતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની 103મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે
