ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 10, 2025 2:09 પી એમ(PM)

printer

ભારતમાં માતૃત્વ અને બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો થયો

ભારતમાં ટકાઉ વિકાસ 2030 ના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) દ્વારા બહાર પાડવામાં આવેલા સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ 2021 અનુસાર, ભારતમાં મુખ્ય માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો ચાલુ છે.
સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) અનુસાર દેશના માતૃ મૃત્યુદર (MMR)માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે 2014-16 માં પ્રતિ લાખ જીવંત જન્મ દીઠ 130 થી 2019-21માં 93 થયો છે.
દેશનો શિશુ મૃત્યુ દર (IMR) 2014માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 39થી ઘટીને 2021માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 27 થયો છે.
નવજાત મૃત્યુ દર (NMR) 2014માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 26થી ઘટીને 2021માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 19 થયો છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુ દર (U5MR) 2014માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 45થી ઘટીને 2021માં પ્રતિ 1000 જીવંત જન્મ દીઠ 31 થયો છે. જન્મ સમયે લિંગ ગુણોત્તર 2014માં 899 થી સુધરીને 2021માં 913 થયો છે. કુલ પ્રજનન દર 2021માં 2.0 પર સ્થિર છે, જે 2014માં 2.3 થી નોંધપાત્ર સુધારો છે.