ભારતમાં છેલ્લા દસ વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા છે. વિશ્વ બેંકના સ્પ્રિંગ 2025 પોવર્ટી એન્ડ ઇક્વિટી રિપોર્ટ અનુસાર, પાંચ રાજ્યો-ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ-આત્યંતિક ગરીબીના કુલ ઘટાડાના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
ગ્રામીણ વિસ્તારોમાં, અતિ-ગરીબી 2011-12 માં 18.4 ટકાથી ઘટીને 2022-23 માં 2.8 ટકા થઈ ગઈ. જ્યારે, શહેરી વિસ્તારોમાં, આ જ સમયગાળામાં ગરીબી 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગઈ છે. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, ખાસ કરીને 2021-22 પછીથી ભારતમાં રોજગારીની વૃદ્ધિમાં હકારાત્મક વલણો જોવા મળ્યા છે. અહેવાલમાં ગ્રામીણ કામદારો અને મહિલા સ્વ-રોજગારમાં વધારો પણ દર્શાવવામાં આવ્યો છે, જે આર્થિક ભાગીદારીમાં યોગદાન આપે છે.