ભારતને પહેલી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી ચિલી ખાતે યોજાનારી મહિલા જૂનિયર હૉકી વિશ્વકપના પૂલ સી-માં રખાયું છે. ભારત સાથે પૂલ સી-માં જર્મની,આયર્લેન્ડ અને નામીબિયા પણ હશે. આંતર-રાષ્ટ્રીય હૉકી મહામંડળ-F.I.H.ના દ્વિ-વાર્ષિક ટૂર્નામૅન્ટમાં 11-મી આવૃત્તિમાં 24ટીમને ચાર-ચાર ટીમના છ સમૂહમાં રખાઈ છે.પૂલ ઍ-માં પાંચ વખતની ચૅમ્પિયન નૅદરલૅન્ડ્સ અને પૂલ બી-માં બે વખતની વિજેતા અર્જેન્ટિનાને રખાઈ છે. ભારતીય ટીમ અત્યાર સુધી આ પ્રતિષ્ઠિત ટૂર્નામૅન્ટને જીતી નથી શકી. જર્મનીમાં વર્ષ 2013માં યોજાયેલા વિશ્વ-કપમાં ભારત ત્રીજા સ્થાને અને વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટૂર્નામૅન્ટમાં ચોથા સ્થાને રહ્યું હતું.
Site Admin | જૂન 13, 2025 8:01 પી એમ(PM) | હૉકી
ભારતને પહેલી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી ચિલી ખાતે યોજાનારી મહિલા જૂનિયર હૉકી વિશ્વકપના પૂલ સી-માં રખાયું
