ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 7:35 પી એમ(PM)

printer

ભારતનું બંધારણ દેશની દરેક અપેક્ષા અને જરૂરિયાતમાં ખરું ઉતર્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું બંધારણ દેશની દરેક અપેક્ષા અને જરૂરિયાતમાં ખરું ઉતર્યું છે. બંધારણ રાષ્ટ્રનાં વર્તમાન અને ભવિષ્યનું માર્ગદર્શક છે. 

આજે સાંજે સર્વોચ્ચ અદાલત ખાતે બંધારણ દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત પરિવર્તનનાં વિશાળ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને બંધારણ તેનો માર્ગ દર્શાવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દેશનાં દરેક નાગરિકનો એક જ લક્ષ્ય છે અને તે છે વિક્સિત ભારતનું નિર્માણ કરવું. શ્રી મોદીએ કહ્યું કે, આ વર્ષ ભારતીય બંધારણનું 75મું વર્ષ છે અને દેશ માટે તે અત્યંત ગૌરવનો વિષય છે. શ્રી મોદીએ મુંબઇમાં થયેલા ત્રાસવાદી હૂમલાની 16મી વરસી પ્રસંગે હૂમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી.              

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતીય ન્યાયતંત્ર 2023-24 અંગેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ