ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે:કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી યાદવ જયપુરમાં આયોજિત ‘12મા પ્રાદેશિક 3R અને ચક્રિયઅર્થતંત્ર ફોરમ ઇન એશિયા અને પેસિફિક’ને સંબોધિત કરીરહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનું મિશન ચક્રિય અર્થતંત્ર ત્રણમુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે, જેમાં પ્રદૂષણ અને કચરો, ચક્રિય પેદાશો અને પદાર્થો નાબૂદ થાય છે.તેમણે જણાવ્યું કે, સરકાર સંપૂર્ણ સરકાર અભિગમ દ્વારા દેશને ચક્રિય અર્થથંત્રની દિશામાં લઈ જવા નિતીઓ ઘડી રહી છે અને પ્રયાસોને વેગ આપી રહી છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ