ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 2:41 પી એમ(PM) | ભારત-સાઉદી અરેબિયા

printer

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ ગઈ. જેમાં ભારતના સશસ્ત્ર દળોના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક બાબતોના નાયબ સંરક્ષણમંત્રી મેજર જનરલ સલમાન બિન અવધ અલ-હરબીએ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી.
બંને દેશોના અધિકારીઓએ સંરક્ષણ સંબંધોની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. આ ચર્ચામાં સંયુક્ત કવાયતો, નિષ્ણાતોની આપ-લે, તાલીમ કાર્યક્રમો અને ઉદ્યોગ સહયોગ સહિત લશ્કરી સહયોગના વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને દેશોએ આ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરીને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પરસ્પર સંમતિ આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ