ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી કરાઈ રહી છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે લુંબિનીમાં ગૌતમ બુધ્ધનો જન્મ થયો હતો.તેમને બોધગયામાં જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. સમગ્ર વિશ્વમાં હિંસા અને તણાવના આ યુગમાં ભગવાન બુદ્ધના વિચારો આજે પણ પ્રાસંગિક છે.આ દિવસ આત્મચિંતન, અહિંસા અને કરૂણાની ભાવનાને જાગૃત કરવાનો અવસર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ નાગરિકો અને વિશ્વભરના ભગવાન બુદ્ધના અનુયાયીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, કરુણાના મૂર્ત સ્વરૂપ ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલ અહિંસા, પ્રેમ અને દયાનો અમર સંદેશ માનવજાતના કલ્યાણનો મૂળ મંત્ર છે. તેમણે કહ્યું કે બુદ્ધના ઉપદેશો લોકોને નૈતિકતા પર આધારિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નાગરિકોને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે.તેમના સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન બુદ્ધનો અહિંસા, દયા અને મધ્યમ માર્ગનો સંદેશ આજની દુનિયામાં વ્યક્તિ અને માનવતા બંને માટે સુસંગત છે.
Site Admin | મે 12, 2025 8:06 એ એમ (AM)
ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી
