કાશ્મીરના પહલગામમાં ત્રાસવાદી હૂમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ છે. કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા પર નોગામ વિસ્તારમાં પાકિસ્તાન લશ્કર દ્વારા યુધ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો. જમ્મુ વિસ્તારના રાજોરી અને પુંચ વિસ્તારમાં પણ યુધ્ધવિરામ ભંગનાં બનાવો બન્યા છે.
પાકિસ્તાનના લશ્કર દ્વારા અંકુશ રેખા પર નાના શસ્ત્રોથી ગોળીબાર કરતા ભારતે મજબૂત પ્રતિસાદ આપ્યો હતો. ભારતીય લશ્કરે જણાવ્યું હતું કે, ભારતીય લશ્કરે અસરકારક રીતે જવાબ આપ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દરમિયાન, બાંદીપોરા જિલ્લાના બાજીપુરા કુલનાર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલિસની ટુકડીએ ઘેરાબંદી મજબૂત કરી છે.
બાંદીપોરામાં આજે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
Site Admin | એપ્રિલ 25, 2025 2:14 પી એમ(PM)
ભારત-પાકિસ્તાન અંકુશ રેખા પર તણાવઃ પાકિસ્તાને અનેક સ્થળોએ યુધ્ધવિરામનો ભંગ કર્યો
