ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 7:47 પી એમ(PM)

printer

ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે : ડૉ.મનસુખ માંડવિયા

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે. તેઓ આજે નવી દિલ્હીમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની 44મી મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સરકારે રમતગમતનું બજેટ 2014-15માં અંદાજે 143 કરોડ અમેરિકન ડોલરથી વધારીને હાલમાં 470 કરોડ અમેરિકન ડોલર કર્યું છે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આ સહાયે એશિયન ગેમ્સમાં 107 ચંદ્રક અને એશિયન પેરા ગેમ્સમાં 111 ચંદ્રક સાથે દેશના અસાધારણ રમત પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે કોઈ પણ રમતવીર હારતો નથી, માત્ર વિજેતા અને શીખનારા હોય છે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે રમત સ્પર્ધાથી પર છે અને તે દેશોને એક કરે છે.
આ કાર્યક્રમને સંબોધતા આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ પોતે જ એક પુરાવા છે કે કેવી રીતે રમતગમત લોકોને એકસાથે લાવી શકે છે અને ભાઈચારાની ભાવના કેળવી શકે છે
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે આ સંમેલન એક મહત્વપૂર્ણ સમયે આયોજિત છે જ્યારે વિશ્વ સતત વિકસતા વૈશ્વિક રમત પરિદ્રશ્યમાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક ગેમ્સ વિવિધ દેશોમાં આશા, એકતા અને શાંતિની લાગણીને વધારે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ