માર્ચ 30, 2025 7:10 પી એમ(PM) | ભરૂચ

printer

ભરૂચમાં દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે.

ભરૂચમાં દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પ્રથમ વખત માનવ અંગ મળ્યા બાદ આજે પણ વધુ અંગો મળતા સી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માનવ અંગોને બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.