ભરૂચમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 15 નાગરિકોને પોલીસ ઝડપી પાડ્યા છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે, શહેરમાં SOG પોલીસે નન્નૂ મિયા નાળા અને વ્હાલુ ગામ વિસ્તારમાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા આ નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો લાંબા સમયથી ભરૂચમાં રહેતા હતા. કેટલાક લોકોએ સ્થાનિક સ્તરે રોજગાર પણ મેળવી લીધો હતો. પોલીસે ધરપકડ કરાયેલા તમામ લોકોને હેડક્વાર્ટર મોકલી દીધા છે. LIB વિભાગ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 27, 2025 3:43 પી એમ(PM)
ભરૂચમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 15 નાગરિકોને પોલીસ ઝડપી પાડ્યા
