ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન થશે. સાંજે સાડા 6 વાગ્યે બિહારના પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મનોરંજક સમારોહ સાથે યૂથ ગેમ્સ પૂર્ણ થશે. સમાપન સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિતના મહાનુભાવો હાજરી આપશે. યુથ ગેમ્સ આ મહિનાની 4 તારીખે શરૂ થઈ હતી.
આજે છેલ્લા દિવસે, પટના અને રાજગીર ખાતે બાસ્કેટબોલ, કુસ્તી અને ફેન્સિંગમાં ચંદ્રક માટે નિર્ણાયક સ્પર્ધાઓ રમાઈ રહી છે. પુરુષોની બાસ્કેટબોલમાં આજે સવારે તમિલનાડુએ દિલ્હીને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો જ્યારે પંજાબની મહિલા ટીમે મહારાષ્ટ્રને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો.
સ્પર્ધામાં મહારાષ્ટ્ર 56 સુવર્ણ અને 45 રજત સહિત 149 ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે.
Site Admin | મે 15, 2025 1:48 પી એમ(PM)
બિહારમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન
