એપ્રિલ 4, 2025 9:41 એ એમ (AM)

printer

બાળલગ્ન જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા વિવિધ સમાજને સરકારની સાથે જોડાવવા આરોગ્ય મંત્રીની અપીલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સગર્ભા માતાઓ અને બાળમૃત્યુ દરને ઘટાડવા પોષણયુક્ત આહાર અને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવી ઘણી જરૂરી છે. બાળલગ્ન અને કિશોરાવસ્થામાં ગર્ભધારણ જેવા ગંભીર મુદ્દાઓ માટે રાજ્ય સરકારની સાથે વિવિધ સમાજે પણ આ અંગે જાગૃતિ લાવવા જોડાવવું પડશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.ગાંધીનગરમાં ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય, પોષણ અને કિશોર સંભાળ સંબંધિત મુખ્ય પડકારોની ચર્ચા કરવા એક ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ હતી. દરમિયાન શ્રી પટેલે એનિમિયા અને કુપોષણનો કુદરતી રીતે સામનો કરવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર- CHC, જાહેર આરોગ્ય કેન્દ્ર- PHC અને આયુષ્માન આરોગ્ય મંદિર કેન્દ્રો પર સરગવાના વૃક્ષ વાવવાની ભલામણ પણ કરી હતી.