બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 7 ડિસેમ્બરે “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ જાહેર કરાશે.
“પ્રોજેક્ટ સપનું” વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડવા અસરકારક ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોનું સમાધાન હોલેન્ડ કોડસ એપ્ટીટ્યુટ ટેસ્ટ થકી શક્ય છે. જેના થકી વિદ્યાર્થીઓને પોતાની રસ-રૂચિ જાણી શકાય અને વિદ્યાર્થીઓને ક્યાં ક્ષેત્રમાં પોતાની કારકીર્દી સફળ બનાવી શકાય તેનું સંપુર્ણ જ્ઞાન-માહિતિ-માર્ગદર્શન મળી રહે છે. વર્ષ ૨૦૨૫-૨૬ થી સમગ્ર જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓને આવરી લેવાશે તેમ, રોજગાર અધિકારી પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 3:29 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 7 ડિસેમ્બરે “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ જાહેર કરાશે
