ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 7:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કરતાં, ડિજિટલ માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 32 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા.
આ ઉપરાંત 32 હજાર મકાનોના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ આવાસ યોજના સંબંધિત ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ વધશે અને રોજગારીની તકો પણ વધશે.ઉલ્લેખનીય છે કે પીએમ આવાસ યોજના હેઠળ હજારો લોકોને કાયમી મકાનો આપવામાં આવ્યા છે. ઘરની સાથે તેમને શૌચાલય, પાણી, વીજળી અને ગેસ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે. આના કારણે ઝારખંડના લોકોને માત્ર કાયમી મકાન જ નથી મળી રહ્યા, પીએમ આવાસ યોજના દ્વારા ગામડાઓ અને શહેરોમાં મોટી સંખ્યામાં રોજગારની તકો પણ ઉભી થઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ