પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આર્જેન્ટિનાના રાષ્ટ્રપ્રમુખ જૅવિયર મિલેઈ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે થયેલી ટૂંકી વ્યક્તિગત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના તમામ ક્ષેત્રોને આવરી લેતા પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ. તેઓ વેપાર અને વાણિજ્ય, ટેકનોલોજી, સંરક્ષણ, અવકાશ, આરોગ્ય દવા અને ઔષધ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા સંમત થયા.અમારા સંવાદદાતાએ જણાવ્યું, આ વાતચીતમાં રાહતદરે અને ગુણવત્તાયુક્ત દવાઓ પર ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય દવા કંપનીઓ માટે પ્રવેશ નિયમો હળવા કરવા ભારતે હાંકલ કરી. અવકાશ ક્ષેત્રમાં સહયોગ, ડ્રોન અને રમતગમત વ્યવસ્થાપન સહિત અનેક વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 6, 2025 9:01 એ એમ (AM)
પ્રધાનમંત્રીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપ્રમુખ જૅવિયર મિલેઈ સાથે મુખ્ય ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ કર્યો
