પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી. એમમુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું, પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગનીખાતરી આપી છે.દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર હવાઈમથક ખાતે ઉચ્ચઅધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી વરસાદની સ્થિતિની સમીક્ષા કરીહતી. ત્યારબાદ મુખ્યમંત્રી હેલિકૉપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ દ્વારકાનાખંભાળિયા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કણઝાર ચેકપોસ્ટ ખાતે રામનગર વિસ્તારમાંઅસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી. ભારે વરસાદની સ્થિતિને પગલેઅધિકારીઓ અને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી રાહત બચાવની કામગીરી અંગે માહિતી મેળવીહતી.
Site Admin | ઓગસ્ટ 29, 2024 7:41 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી
