ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 9:01 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં 62 હજાર કરોડ રૂપિયાથી વધુના માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સ દેશભરમાં રોડ ટ્રાન્સપોર્ટ, વીજળી અને જળ સંસાધનો સાથે સંબંધિત છે.બેઠકમાં શ્રી મોદીએ કહ્યું કે અમલીકરણ સંબંધિત અવરોધોને દૂર કરવા માટે એક સંકલિત પ્રયાસની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વિલંબ ખર્ચમાં વધારો કરે છે અને જનતાને આવશ્યક સેવાઓથી વંચિત રાખે છે.રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી- રેરા સંબંધિત જાહેર ફરિયાદોની સમીક્ષા કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુણવત્તાયુક્ત અને સમયસર રીતે ફરિયાદોનું નિરાકરણ મહત્વપૂર્ણ છે. તેમણે તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની નોંધણી ફરજિયાત બનાવવા પર ભાર મૂક્યો. બેઠકમાં પ્રધાનમંત્રીએ દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. તેમણે કહ્યું કે કોઈપણ ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રથાઓ અન્ય રાજ્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે અને આ રાષ્ટ્રીય સેમિકન્ડક્ટર મિશનને મજબૂત બનાવશે.પ્રગતિ બેઠકોમાં અત્યાર સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુના 373 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી છે. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે વહીવટની સમીક્ષા અને સમયસર અમલીકરણ માટેનું એક પ્લેટફોર્મ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ