મે 8, 2025 7:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો. રાષ્ટ્રીય સજ્જતા અને આંતર-મંત્રાલય સંકલનની સમીક્ષા કરવા માટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રી મોદીએ સતત સતર્કતા, સંસ્થાકીય તાલમેલ અને સ્પષ્ટ સંદેશાવ્યવહાર માટે હાકલ કરી.આ બેઠક દરમિયાન શ્રી મોદીએ કામગીરીની સાતત્યતા અને સંસ્થાકીય સ્થિતિસ્થાપકતાને જાળવી રાખવા માટે મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે અવિરત સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.