ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 29, 2025 7:44 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને પહેલગામ આતંકવાદી હુમલા અંગે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સેનાના વડા અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલગામ આતંકવાદી હુમલાના પગલે યોજાઈ હતી.
દરમિયાન ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો છે અને આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાની મંત્રીના “કબૂલાત” પર પણ પ્રકાશ પાડ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ, યોજના પટેલે કહ્યું કે આખી દુનિયાએ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનો સ્વીકાર સાંભળ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ