પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
નવકાર મહામંત્ર દિવસએ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો સ્ત્રોત છે. નવકાર દિવસ આધ્યાત્મિક શુદ્ધતા, સહિષ્ણુતા અને સૌના કલ્યાણ પર ચિંતન કરવાની પ્રેરણા આપે છે. વૈશ્વિક શાંતિ અને એકતા માટેના આ મંત્રોચાર માં આજે 108થી વધુ દેશોના લોકો જોડાશે.
Site Admin | એપ્રિલ 9, 2025 9:30 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
