ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 7:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યાઃ આવતીકાલે યુક્રેનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનાં પ્રથમ તબક્કામાં આજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા છે. વોરસોનાં સૈન્ય હવાઇ મથક પર શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી જામસાહેબ નવાનગર સ્મારક અને મોન્ટે કેસિનો યુધ્ધ સ્મારક અને કોલ્હાપુર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ શ્રી મોદી વોર્સોમાં એક સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લેશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે.
અગાઉ, પોલેન્ડ જવા રવાના થતા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, મધ્ય યુરોપમાં પોલેન્ડ મહત્વનું આર્થિક ભાગીદાર છે. તેમણે જણાવ્યું કે, લોકશાહી માટે ભારત અને પોલેન્ડની પ્રતિબધ્ધતા બંને દેશો વચ્ચેનાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરે છે. પ્રવાસ દરમિયાન શ્રી મોદી પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આન્દ્રેજ ડુડા સાથે મુલાકાત કરશે. છેલ્લાં 45 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ પોલેન્ડ પ્રવાસ છે.
પોલેન્ડનાં પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદી ટ્રેન દ્વારા યુક્રેનની રાજધાની કિવ જશે. વર્ષ 1992માં દ્વિપક્ષીય સંબંધ શરૂ થયા બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ યુક્રેન પ્રવાસ છે. શ્રી મોદીએ આ વિસ્તારમાં બહુ જલ્દી શાંતિ અને સ્થિરતા પૂર્વવત થવાની આશા વ્યક્ત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ