પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અનેમહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આવતીકાલે પણ આપરિષદમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટેની આ પરિષદનુંગઈકાલે ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રીમોદીએ આ પ્રકારની પરિષદોમાં હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહનઆપ્યું છે. આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીનાઅગ્રસચિવ પી.કે. મિશ્રા સહિતના મહત્વના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે.રાષ્ટ્રીય કક્ષાની આ પરિષદમાં આતંકવાદ સામેની લડત, સાઇબરગુનાઓ, નવા ફોજદારી કાયદાઓ, ડાબેરી પાંખનો ઉગ્રવાદ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરાશે. એવી જ રીતે આ પરિષદમાં નોંધપાત્ર સેવા આપનાર પોલીસ અધિકારીઓ,જવાનોને રાષ્ટ્રપતિના પોલીસચંદ્રકો એનાયત કરાશે.
Site Admin | નવેમ્બર 30, 2024 7:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં યોજાઇ રહેલી પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા.
