પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું આ શિયાળું સત્ર ફળદાયી, રચનાત્મક ચર્ચાઓથી ભરેલું રહેવાની આશા વ્યક્ત કરી છે. સંસદ સત્ર પેહલા માધ્યમો સાથે વાત કરતા શ્રી મોદીએ કહ્યું, ‘બંધારણ અપનાવ્યાને 75 વર્ષ પૂર્ણ થયા સહિતના અનેક કારણોસર આ સત્ર મહત્વનું છે.’ તેમણે કહ્યું, આ લોકશાહી માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે.
દરમિયાન શ્રી મોદીએ વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સંસદના સમયનો ઉપયોગ દેશની પ્રતિષ્ઠાને વધારવા કરવો જોઈએ. શ્રી મોદીએ કહ્યું, ‘દેશની સંસદમાંથી એક સંદેશ નીકળવો જોઈએ કે, દેશના મતદારો, લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, બંધારણ પ્રત્યે તેમનું સમર્પણ અને સંસદીય પ્રક્રિયાઓમાં તેમની શ્રદ્ધાસાર્થક છે અને આપણે આ પ્રસંગને આગળ વધારવો જોઈએ.’
Site Admin | નવેમ્બર 25, 2024 2:29 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું આ શિયાળું સત્ર ફળદાયી, રચનાત્મક ચર્ચાઓથી ભરેલું રહેવાની આશા વ્યક્ત કરી છે
