પોરબંદર જિલ્લામાં આવેલા બરડા જંગલ સફારી માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, બરડા સફારીની સત્તાવાર વેબસાઈટ ન હોવાથી U.P.I. – I.D. પર રૂપિયા ચૂકવી પ્રવાસીઓ બૂકિંગ કરી શકે છે. બરડા જંગલ સફારી કપૂરડી ચેક પોસ્ટ ખાતે ચાર ખૂલ્લી જીપની સુવિધા છે. સવારે પોણા સાત વાગ્યે ચાર ફેરા અને બપોરે 3થી 6 દરમિયાન ચાર ફેરા થઈ રહ્યા છે.
પ્રવાસીઓ સફારી બુકિંગ માટે મોબાઈલ નંબર 92271 86646 પર સોમવારથી શુક્રવાર સુધી સવારે સાડા 10 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં કૉલ કરી ઉપલબ્ધ સફારી સ્લૉટ માટે માહિતી મેળવી શકે છે.
Site Admin | નવેમ્બર 5, 2024 7:33 પી એમ(PM)
પોરબંદર જિલ્લામાં આવેલા બરડા જંગલ સફારી માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે
