ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 27, 2024 3:16 પી એમ(PM) | પોસ્ટઓફિસ

printer

પેન્શનધારકો હવે નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે

પેન્શનધારકો હવે નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.
ટપાલ વિભાગે 70 રૂપિયાની ફીમાં પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપી છે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા પણ આ સુવિધાનો લાભ મેળવી શકે છે.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, અંતરિયાળ વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે, તે માટે આ નિર્ણય કરાયો છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ