પુરુષ હૉકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢબંગાલ ટાઈગર્સ દિલ્હી SG પાઈપર્સ સામે રમશે. આ મેચ સાંજે 6 વાગ્યેશરૂ થશે. અન્ય એક મેચમાં JSW સૂરમા હૉકી ક્લબ અને વેદાન્તકલિન્ગા લાન્સર્સ સામસામે હશે. આ મેચ રાત્રે સવા 8 વાગ્યે રમાશે. મહિલા લીગમાં ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ફાઈનલમાં JSW સૂરમા હૉકી ક્લબ સામે 2-1થી જીત નોંધાવીમહિલા હૉકી ઇન્ડિયા લીગની પહેલી આવૃત્તિનો ખિતાબ જીત્યો છે. દરમિયાન ઋતુજા દાદાસોપિસલને પ્લૅયર ઑફ ધ મૅચ અને JSW સૂરમા હૉકી ક્લબનાં જ્યોતિનેપ્લૅયર ઑફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરાયાં હતાં. ઝારખંડના મુખ્યમંત્રી હેમન્ત સૉરેને ઓડિશા વૉરિયર્સનાં સુકાની નેહાગોયલને વિજયચિહ્ન એનાયત કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 27, 2025 2:39 પી એમ(PM)
પુરુષ હૉકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢ બંગાલ ટાઈગર્સ દિલ્હી SG પાઈપર્સ સામે રમશે
