પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.
શ્રી ડાભીએ પત્રમાં જણાવ્યું છે કે, પાટણ લોકસભા સંસદીય મત વિસ્તારમાં આવતા પાટણ, ચાણસ્મા, રાધનપુર, કાંકરેજ, સિદ્ધપુર, ખેરાળુ અને વડગામ વિધાનસભામાં આવતા તાલુકામાં વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનનો રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ઝડપભેર સહાય મંજૂર કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:40 એ એમ (AM)
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે
