ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 2:54 પી એમ(PM)

printer

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં ત્રણ દાયકાથી આતંકવાદીઓને તાલીમ અપાય છે

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી, ખ્વાજા મોહમ્મદ આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાને ત્રણ દાયકાથી આતંકવાદી જૂથોને ટેકો આપ્યો છે. એક બ્રિટિશ ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, જ્યારે ઇસ્લામાબાદના આતંકવાદી સંગઠનોને ભંડોળ અને સમર્થન આપવાના ઇતિહાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાન પશ્ચિમી દેશો વતી આવા કાર્યમાં સામેલ હતું.

ખ્વાજા મોહમ્મદ આસિફે આતંકવાદને સમર્થનને ‘ભૂલ’ ગણાવતા કહ્યું, પાકિસ્તાને તેની ભારે કિંમત ચૂકવી છે. તેમણે ઉમેર્યું, જો પાકિસ્તાને સોવિયેત-અફઘાન યુદ્ધ દરમિયાન પશ્ચિમ સાથે જોડાણ ન કર્યું હોત અને 9/11ના હુમલા પછી તાલિબાન સામે અમેરિકાના નેતૃત્વમાં યુદ્ધ ન કર્યું હોત તો પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ નિર્વિવાદ રહ્યો હોત.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ