ભારતે પાકિસ્તાન દ્વારા પોષવામાં આવી રહેલા આતંકવાદનો વધુ પર્દાફાશ કરવા માટે પોતાનું આક્રમક વૈશ્વિક અભિયાન શરૂ કર્યું છે. બે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ગઈકાલે નવ દેશો માટે રવાના થયા હતા. જે. ડી. યુ ના સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર પર ભારતના રાજદ્વારી સંપર્કના ભાગરૂપે ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોરના પાંચ દેશના પ્રવાસ માટે રવાના થયું હતું.
શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં અન્ય એક પ્રતિનિધિમંડળે પણ યુ. એ. ઈ., લાઇબેરિયા, કોંગો અને સિએરા લિયોનની મુલાકાત લીધી હતી, જેથી નવી દિલ્હી તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે લડવાના સંકલ્પની પુષ્ટિ કરી શકે.
વિદેશ સચિવ વિક્રમ મિશરી વિદેશ પ્રવાસે જનારા વિવિધ પ્રતિનિધિમંડળને માહિતગારી કરશે. ગઇકાલે બે પ્રતિનિધિમંડળ વિવિધ દેશના પ્રવાસે રવાના થયું હતુ જ્યારે આજે અન્ય પ્રતિનિધિમંડળ પણ રવાના થશે.
Site Admin | મે 22, 2025 10:05 એ એમ (AM)
પાકિસ્તાનના આતંકવાદનો વૈશ્વિક સ્તરે પર્દાફાશ કરવા માટે આજથી ભારતના અભિયાનનો આરંભ
