આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-IMF બોર્ડની બેઠક દરમિયાન ભારતે મતદાનમાં ભાગ લીધો નહિ. બેઠકમાં પાકિસ્તાન માટે નવા નાણાકીય પેકેજ પર વિચારણા કરવામાં આવી. પાકિસ્તાનના ભૂતકાળના વલણને જોતાં ભારતે IMF કાર્યક્રમોની અસરકારકતા પર ચિંતા વ્યક્ત કરી. ભારતે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા માટે લોનનો દુરુપયોગ કરવાની શક્યતા પર પણ ચિંતા વ્યક્ત કરી.
IMF એ ગઈકાલે પાકિસ્તાન માટે એક અબજ ડોલરના વિસ્તૃત લોન કાર્યક્રમની સમીક્ષા કરી અને પાકિસ્તાન માટે એક અબજ ત્રીસ કરોડ ડોલરના નવા લોન કાર્યક્રમ અંગે પણ વિચારણા કરી. ભારતે બેઠક દરમિયાન કહ્યું કે સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાથી વિશ્વને ગંભીર સંદેશ મળે છે. પાકિસ્તાન લાંબા સમયથી IMFનું દેવાદાર રહ્યું છે. ભારતે કહ્યું કે જો અગાઉના લોન કાર્યક્રમોથી પાકિસ્તાનમાં મજબૂત અર્થતંત્ર બન્યું હોત, તો પાકિસ્તાન IMF ને બીજા બેલ-આઉટ પ્રોગ્રામ માટે વિનંતી ન કરત.
IMF એ ભારતના નિવેદન અને મતદાનમાંથી દૂર રહેવા અંગેના નિર્ણય પણ ધ્યાને લીધો.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .