ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 28, 2025 9:07 એ એમ (AM)

printer

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સૈન્યની તૈયારીઓ અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે બેઠક

પહેલગામ આતંકવાદી હુમલા બાદના પ્રતિભાવમાં લશ્કરી તૈયારીઓની ચર્ચા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં રક્ષામંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ 40 મિનિટ ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જનરલ ચૌહાણે સંરક્ષણ મંત્રીને લશ્કરી વ્યૂહરચના અને તૈયારીઓ વિશે માહિતી આપી હતી.સંરક્ષણ તૈયારીઓ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર બેઠક માટે ગઈકાલે BSF અધિકારીઓ પણ દિલ્હીમાં હાજર હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડિરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરીએ પણ ગઈકાલે ગૃહ મંત્રાલયની મુલાકાત લીધી હતી.
દરમિયાન, ભારતીય નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ મિસાઈલ કવાયત સફળતાપૂર્વક હાથ ધરી હતી, અને કહ્યું હતું કે, તે દેશના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ સમયે, ગમે ત્યાં અને કોઈપણ રીતે લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ મિસાઈલ પરીક્ષણ ભારતીય નૌકાદળના જહાજોમાંથી કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ