પહેલગામ આતંકવાદી હુમલા પર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, ડીએમકે પાર્ટીના ત્રિરુચી શિવા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ પટેલ, એનસીપીના શરદ પવાર પક્ષના સુપ્રિયા સુલે અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના પ્રેમચંદ્ર ગુપ્તા, YSRCPના મિધુન રેડ્ડી અને તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
Site Admin | એપ્રિલ 24, 2025 7:54 પી એમ(PM)
પહેલગામ આતંકવાદી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં ચાલી રહી છે.
