પહલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી છે. પક્ષના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા કહેવું જોઈએ કે આતંકવાદી હુમલા પર કોંગ્રેસનો સામૂહિક સંકલ્પ શું છે.
તેમણે કહ્યું કે સર્વપક્ષીય બેઠક દરમિયાન કોંગ્રેસ કહે છે કે તે સરકાર સાથે છે અને કડક કાર્યવાહી થવી જોઈએ, જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કહે છે કે પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનને બદલે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કર્યો છે.
ભાજપના અન્ય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પર પાકિસ્તાન પાસેથી આદેશ લેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદના આકાઓને યોગ્ય જવાબ આપશે.
Site Admin | એપ્રિલ 29, 2025 7:41 પી એમ(PM)
પહલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી.
