ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 2, 2024 5:43 પી એમ(PM)

printer

પશ્ચિમ રેલવે ત્રીજી નવેમ્બરે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે ત્રીજી નવેમ્બરે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલ્વેએ છઠ પૂજા તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી 03 નવેમ્બર 2024 રવિવારના રોજ સાંજે છ કલાકેઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10.00 કલાકે પટના પહોંચશે.તેવી જ રીતે, 05 નવેમ્બરના મંગળવારના રોજ બપોરે એક કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સાજે 5.30 કલાકે સાબરમતી પહોંચશે.રૂટ પર બંને દિશામાં,આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ, ટુંડલા, કાનપુરસેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા, અકબરપુર, જૌનપુરસિટી, વારાણસી, પંડિતદીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપરક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ