ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 30, 2025 10:06 એ એમ (AM)

printer

પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મચ્છુઆ નજીક એક હોટલમાં લાગેલી આગમાં અંદાજે 14 લોકોના મોત

પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મચ્છુઆ નજીક ગઈકાલે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં લગભગ 14 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે 14 મૃતદેહ મળી આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગની ઘટના ગઈકાલે રાત્રે લગભગ સવા આઠ વાગ્યે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.અગાઉ કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે રાજ્ય વહીવટીતંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આવી દુ:ખદ ઘટનાઓને રોકવા માટે અગ્નિ સલામતીના પગલાંનું કડક નિરીક્ષણ કરવાની પણ હાકલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ