એપ્રિલ 15, 2025 7:48 પી એમ(PM)

printer

પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં દરરોજ 100 કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું.

માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના માળખાગત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો અને દરરોજ 100 કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું. ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન – AIMA ના 10મા રાષ્ટ્રીય નેતૃત્વ પરિષદને સંબોધતા, તેમણે કહ્યું કે આગામી 18 મહિનામાં, દેશનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતા વધુ સારું થઈ જશે.

આ પરિષદ એક વિચારશીલ નેતૃત્વ મંચ છે જે ભારતીય અર્થતંત્ર અને રાષ્ટ્રના એકંદર વિકાસ માટે આગળ વધવાના માર્ગ પર રચનાત્મક સંવાદ માટે વિવિધ હિતધારકોને એકસાથે લાવે છે.